ભાગવત રહસ્ય - 152

  • 266
  • 96

ભાગવત રહસ્ય-૧૫૨   સમતા ઈશ્વરની છે-પણ જે વિષમતા દેખાય છે –તે માયાની છે.ઈશ્વરના અધિષ્ઠાનમાં (આધારમાં) માયા ક્રિયા કરે છે-એટલે માયા જે કાંઇ ક્રિયા કરે- તેનો આરોપ ઈશ્વર પર કરવામાં આવે છે.ઉદાહરણ તરીકે-દીવો કંઈ કરતો નથી પણ દીવો ન હોય તો કંઈ થઇ શકતું નથી.નાનો બાળક જમવા બેઠો હોય અને બાળક વધુ માગે –તો પણ મા તેને વધારે ખાવા આપતી નથી. મા વિચારે છે-કે વધુ ખાશે અને પચશે નહિ તો ઝાડા થઇ જશે, જયારે મા નો સોળ વર્ષ નો છોકરો બહારથી આવે તો વગર માગ્યે મા બે રોટલી વધારે આપશે.વિચારે છે કે બહાર રમવા જશે તો બધું પચી જશે અને છોકરો