તલાશ 3 - ભાગ 20

(13)
  • 1.2k
  • 1
  • 642

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. જબરદસ્ત મોટી હવેલી, લગભગ 2 એકરમાં ફેલાયેલું ફળિયું ઢોર બાંધવાની ગમાણ ખેતીના ઓજારો ની ઓરડી, ઘોડાઓ બાંધવા નો તબેલો હવેલીમાં રહેનારા ચારેય ભાઈઓના મળીને 30-32 પરિજનો ઉપરાંત ઘરમાં કામ કરનારા દાસ દાસીઓ, સહાયકો મળીને લગભગ 70 જણાની રહેણાંક એવી મહિપાલ રાવની હવેલીમાં આજે સન્નાટો વ્યાપી ગયો છે. ક્યાંક એકાદ ભાઈના ભાગે આવેલા અનેક ઓરડામાંથી એકદમ એના પૌત્રવધુ કે પુત્રવધુના નાના બાળકના રોવાનો અવાજ સિવાય સાવ સન્નાટો છે.  સૌથી નાના ભાઈ જનાર્દન રાવ ના પૌત્ર કે જે ચૌદ વર્ષનો હતો હમણાં જ ઘોડે સવારી શીખ્યો હતો એણે આજે સવારે ઘોડારમાં જઈને જીદ કરીને