સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – 15 – સેનાપતિ ગંડુરાવ ધોળિયો જ્યારે ગંડુરાવના મહેલે પહોંચ્યો ત્યારે એ હીંચકા પર બેઠોબેઠો સફરજન ખાઈ રહ્યો હતો. સફરજન ખાવાની એની રીત અજબ હતી. એ એક મોટા ચાકુથી મેજ પર પડેલા સફરજનને વચ્ચેથી કાપતો, અને કાપતી વખતે હાથમાં રહેલા ચાકુને છેક, પોતાના માથાથી ઉપર લઇ જતો અને પછી જોરથી હાથ નીચે લાવતો અને સફરજન બરાબર વચ્ચેથી કપાય અને ચાકુ લાકડાના