અ - પૂર્ણતા - ભાગ 43

  • 1.2k
  • 1
  • 826

અશ્વિનભાઈનો બંગલો આજે જાત જાતની રોશનીથી ઝગમગી ઉઠયો હતો. બગીચાના દરેક ઝાડ પર રોશની કરેલી હતી. બંગલાની અંદર પણ માહોલ કઈક એવો જ હતો. આખો બંગલો બ્લૂ અને વ્હાઇટ કલરના ફુગ્ગા અને નાની નાની લાઇટ્સથી શણગારેલો હતો.          અશ્વિનભાઈ અને અવન્તિકાબહેન તૈયાર થઈને મહેમાનોને આવકારવા માટે દરવાજા આગળ જ ઉભા હતાં. અશ્વિનભાઈ વ્હાઇટ કલરના સૂટમાં અને અવન્તિકાબહેન બ્લૂ એન્ડ વ્હાઇટ શેડની ડિઝાઇનર સાડીમાં શોભી રહ્યાં હતાં. હોલમાં એકબાજુ કોલ્ડ્રીક સર્વ થઈ રહ્યું હતું. જેમાં ફ્રેશ ફ્રૂટ જ્યૂસ, મોકટેલ, શરબત બધું જ હતું. હોલમાં બરોબર વચ્ચે એક સ્ટેન્ડ પર બગીચાના ખીલેલા ફૂલોને પાણી ભરેલા મોટા ફૂલદાનમાં રાખેલા હતા અને વચ્ચે વચ્ચે તરતી