‘અદિતિ ફોકસ કર ફોકસ. તારૂ ડ્રીમ, હજુ એના માટે તારે ભણવાનું છે. એક છોકરાના ચક્કરમાં તારું ભણવાનું ના બગાડ’ આવું અદિતિ પોતાની જાતને કહી રહી હતી. અદિતિ એકદમ નીડર અને ભણવામાં અવ્વલ આવતી છોકરી છે જેને આરવ નામના એક છોકરા સાથે પ્રેમ થઇ જાય છે. ત્યાં જ એના ફોનની રીંગ સંભળાય. ફોનને જોતા જાણે પોતાને કહેલી વાત છુમંતર થઇ અને ફેસપર પ્યારી મુસ્કાન સાથે ફોન ઉપાડે છે. સામે છેડેથી આરવ,’આદિ, કેટલી વાર હોય ફોન ઉપાડવામાં? આજે ક્લાસમાં આપડે લેકચર બંક કરીએ તો? આમેય હવે કલ્ચરલ વિક શરુ થવામાં છે તો કોઈ આવશે પણ ન