ભગવાન બિરસા મુંડા

  • 478
  • 108

      ભગવાન બિરસા મુંડા માત્ર 25 વર્ષના આયુષ્યમાં એટલુ સુંદર કાર્ય કર્યું કે જેઓ ભગવાન કહેવાયા.આ વર્ષે જેમની 150મી જન્મજયંતી ઉજવાઇ રહી છે,એવા બિરસા મુંડા આદિવાસી સમુદાયના નેતા હતા.વડાપ્રધાન નરેંદ્ર મોદીજી એ આ વર્ષે 15 નવેમ્બરે બિહારના જમઇમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજ્વણી કાર્યક્રમમાં એમના સન્માનમાં એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું. સાથે આદિવાસી સમુદાયના ઉત્થાન માટે અનેક વિકાસકામોનું લોકાર્પણ કર્યું.        બ્રિટિશ શાસનના વિરોધમાં આદિવાસી સમુદાયને એકત્રિત કરી પાદરીઓ અને જમીનદારોએ લાદેલી આર્થિક અને સામાજિક શોષણ પ્રણાલીઓને પડકાર આપનાર બિરસા તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને આંદોલનના કારણે લોકપ્રિય રીતે "ભગવાન બિરસા" કહેવાતા હતા. બિરસા મુંડા માત્ર