અંતરિક્ષની આરપાર - એપિસોડ 2

  • 700
  • 318

"અંતરિક્ષની આરપાર"  -  એપિસોડ - 2 સૌરાષ્ટ્ર વિસ્તારનું એક દરિયા કાંઠે વસેલું ગામ, તે ગામ  લગભગ 12,000 આસપાસની  વસ્તી ધરાવતું હતું. ગામમાં જુદી જુદી જ્ઞાતિના લોકો વસવાટ કરતા હતા.  ગામ પણ વિસ્તારની દ્રષ્ટિએ ઘણું વિશાળ હતું.  તે ગામમાં એક બ્રામ્હણ રહે, તેમનું નામ હતું  જનકભાઈ વ્યાસ, પોતે ખુબ જ વિદ્વાન અને આસપાસના વિસ્તારમાં તેમની ખ્યાતિ પણ સારી. એકદમ ગરીબ પરિવાર જનકભાઈ કર્મકાંડનો વ્યવસાય કરતા હતા. તે સમય  આજના યુગ જેવો ન હતો ત્યારે પૈસા ખુબ જ ઓછા મળતા હતા. જનકભાઈના પરિવારમાં તેઓ પોતે પત્ની સુમિત્રાબહેન પુત્રી અંજલિ અને પુત્ર અમન આમ ચાર સભ્યોનો પરિવા. અંજલિ 10 વર્ષની અને અમન 5 વર્ષનો હતો.