પ્રેમ થાય કે કરાય? ભાગ - 36

  • 366
  • 178

લાગણીઓ કાલે બપોરે જમવામાં નીતાબેનની કહેલી વાતો કેવિનનાં મનમાં ખૂંચી રહી છે. નીતાએ મારા મમ્મી પપ્પાને અમદાવાદ બોલાવાનું કેમ કહ્યું? તેને ખબર છે કે હું માનવીને નહીં પણ તેને દિલ દઈ બેઠો છું. તો પછી તેને માનવી આગળ મારી સગાઈની વાત કેમ કરવાનું કહ્યું? આમ પણ આજે નહીં તો કાલે માનવીને સાચી વાતની જાણ થઈ જ જવાની છે તો પછી નીતા આટલું બધું નાટક કેમ કરી રહી હતી કે પછી હું તેને હવે પસંદ નથી રહ્યો? વિચારોનું વંટોળ કેવિનનાં મગજમાં ઘૂમી રહ્યું છે."કંઈ જ ખબર પડતી નથી કે શું થઈ રહ્યું છે?" કેવિન ઓફિસમાં ટેબલ પર હાથમાં રહેલી બોલપેન પછાડતા બોલે