પ્રેમ થાય કે કરાય? ભાગ - 35

  • 178

મમ્મી -પપ્પાસુરત :"આ કેવિન છે ને અમદાવાદ જઈને બદલાઈ ગયો હોય તેવું નથી લાગતું? કંઈ સીધો જવાબ જ આપતો નથી." કેવિનની મમ્મી કેવિનનાં પપ્પા અજીતભાઈને ફરિયાદ કરી રહ્યાં છે."પરિવર્તન એ સંસારનો નિયમ છે. સમયની સાથે ભલભલા બદલાઈ જાય છે. તો તારો છોકરો શું મોટી ટોપ છે કે ના બદલાય?" અજીતભાઈ કેવિનની મમ્મીની વાત કાપી નાખી છે."હું એમ નથી કહેતી, મારો કહેવાનો મતલબ એ છે કે પાંચેક મહિનાથી કેવિન સુરત આવ્યો નથી તો કેમ ના આપણે તેને જઈને એકવાર મળીને સરપ્રાઈઝ આપીએ.""એક મહિના પછી તે પાછો તો આવવાનો છે. તો ત્યાં ખાલીખોટું જઈને કરવું છે શું?""તમને તો મારા કેવિનની કંઈ પડી