આઈ વોન્ટ ટુ ટોક

  • 806
  • 300

આઈ વોન્ટ ટુ ટોક- રાકેશ ઠક્કરઅભિષેક બચ્ચન પિતા અમિતાભનો અભિનય વારસો સાચવશે કે નહીં એની જેને ચિંતા હતી એ લોકો ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ જોઈને રાહત અનુભવી શકે છે. બાકી માસ-મસાલાના જમાનમાં બોક્સ ઓફિસ પર હવે આવી ક્લાસ ફિલ્મ ચાલી શકે નહીં. જો અભિષેક પોતાને અભિનેતા તરીકે સાબિત કરવા જ ‘ઘૂમર’ કે ‘આઈ વોન્ટ ટુ ટોક’ જેવી ફિલ્મો કરતો રહેશે તો એને ‘ધૂમ’ કે ‘બંટી ઔર બબલી’ જેવી ફિલ્મો મળવાની નથી. અભિષેકને ખબર પડી ગઈ છે કે એને સોલો હીરો તરીકે કોઈ મસાલા ફિલ્મમાં લેવાનું નથી. અભિષેક બચ્ચને હવે અમિતાભ સાથે વાત કરીને એ નક્કી કરવાનું છે કે એણે