ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

  • 650
  • 316

આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯૫૩માં બિમલ રોય એક સમારોહમાં હાજરી આપવા ગયેલા. સમારોહમાં નૃત્યનો ભવ્ય સમારોહ થયો, પણ બિમલ રોયની નજર તો એક ૧૨ વર્ષની બાળા પર અટકી ગઈ. તે બાળાના નૃત્યથી એટલા અભિભૂત થઈ ગયા કે તેને પોતાની આગામી ફિલ્મ ’બાપ બેટી’ (૧૯૫૪) માટે પસંદ કરી લીધી. આ બાળા હતી ભારતીય સિનેમાની મશહૂર અભિનેત્રી આશા પારેખ. ૬૦ના દશકમાં પહેલી ફિલ્મ મેળવવી એ અભિનેત્રી માટે જીવનની અગ્નિપરીક્ષા સમાન હતું. આશાને બાળ કલાકારમાંથી અભિનેત્રી બનવું હતું અને સોળ વર્ષની ઉંમરે ’બૈજુ બાવરા’ જેવી શાનદાર ફિલ્મ બનાવનાર વિજય ભટ્ટની ’ગૂંજ ઉઠી શહનાઈ’ ફિલ્મ માટે આશાએ હિરોઇન બનવાની તૈયારી