શું ?ઘરનાં ડ્રોઈંગરૂમમાં ફક્ત ઝડપથી ફરી રહેલા પંખાનો અવાજ આવી રહ્યો છે. કેવીને કરેલા ખુલાસા પછી નીતાબેન અને કેવિન બંને મૌન ધારણ કરીને બેઠા છે. નીતાબેનનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે."મારે એક વાત કહેવી છે. કદાચ તમને ગમે કે ના ગમે." કેવિન હળવેકથી નજર નીચી કરીને બોલે છે."કહેવામાં બાકી શું રાખ્યું છે? કે હજુ કહેવું છે શું?" નીતાબેનનો કેવિન પ્રત્યેય અણગમો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે."હું માનવીને નહીં... " કેવિન આટલુ બોલીને ઘડીક અટકી જાય છે."હું તમને પ્રેમ કરું છું."કેવિનનાં મોઢામાંથી આ વાક્ય સાંભળતા જ નીતાબેનની આંખો એકદમ સ્થિર થઈ જાય છે."શું બોલ્યા તમે?" નીતાબેનને સાંભળવામાં કોઈ ભૂલ ના