પસંદ નીતાબેન સોફા પર બેસી શાક સમારી રહ્યા છે. માનવી સામે ખુરશી પર બેસી તેનાં ફોનમાં કોઈની સાથે ચેટિંગ કરી રહી છે. ચેટિંગ કરતા કરતા તેનાં ચહેરા પર એક હસી આંટો મારીને જતી રહે છે. માનવી જ્યારથી ઘરે આવી છે ત્યારથી તેનાં ચહેરા પર એક આનંદઉમળકો ઉભરાઈ રહ્યો છે. જેની નોંધ નીતાબેન પોતાની બારીક આંખોથી લઈ રહ્યાં છે."શું કોઈ જોક્સ વાંચે છે?" નીતાબેન શાક સમારતા સમારતા માનવીને કટાક્ષમાં પૂછે છે."ના તને કોને કહ્યું કે હું જોક્સ વાંચું છું." માનવી મોબાઈલના કીપેડ પર પોતાની આંગળીઓ ઝડપથી દબાવતા જવાબ આપે છે."આ તો ક્યારની એ જોવું છું કે તું મોબાઈલમાં જોઈને મંદ મંદ હસી