મારા અનુભવો - ભાગ 20

  • 580
  • 1
  • 220

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 20શિર્ષક:- કુંભમેળોલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…20 . "કુંભમેળો." કોઈ પણ ધર્મનું વાસ્તવિક મૂલ્યાંકન ત્રણ રીતે કરી શકાયઃ 1. શાસ્ત્રોના સિદ્ધાંતો (માન્યતાઓ) દ્વારા2. ધર્મસ્થાનોની વ્યવસ્થા દ્વારા 3. ઉત્સવો દ્વારા.મોટા ભાગે શાસ્ત્રો વાંચીને ધાર્મિક માન્યતાઓ જાણી શકાતી હોય છે. વિશ્વના કોઈ પણ ધર્મનાં શાસ્ત્રો વાંચીને જ પ્રભાવિત થઈ જનાર પૂરી વાસ્તવિકતાને પામી શકતો નથી. ઘણી વાર ઉત્તમ સિદ્ધાંતોવાળા ધર્મો, હીન આચારો તથા હીન કર્મકાંડોમાં રચ્યાપચ્યા રહેતા જોઈ શકાય છે. બીજાની વાત જવા દો, ગીતા વાંચીને પ્રભાવિત થનાર કોઈ પરદેશી અહીં આવે અને આપણાં ધર્મસ્થાનો જુએ તો ગંદકી, ધક્કામુક્કી, છેતરપિંડી અને