ભીતરમન - 60 (અંતિમ ભાગ)

(12)
  • 1.1k
  • 2
  • 492

હું ઝડપથી તૈયાર થઈ અને નીચે હોલમાં પહોંચ્યો હતો. સવારના સાત વાગી ચુક્યા હતા. પૂજા પણ સુંદર સાડી પહેરીને તૈયાર થઈને ત્યાં હાજર જ હતી. બધી જ તૈયારીઓ બરાબર થઈ છે કે નહીં એ પૂજા જોઈ રહી હતી. જેવો હું હોલમાં આવ્યો કે એ તરત જ બોલી, "પપ્પાજી તમે પણ એક વખત નજર કરી લો, બધું જ બરાબર છે કે નહીં?" મેં ટેબલ પર ગોઠવેલ નાસ્તા પર નજર કરી, રોટલા, થેપલા, ભાખરી, ખાખરા, કોન ફ્લેક્સ, ઓટ્સ, મેગી, ઘી ગોળ, લસણની ચટણી, અથાણું, પૌવા બટેકા, ઉપમા, ફ્રુટ જ્યુસ, બ્રેડ બટર, જામ, ચા, દૂધ અને કોફી બધું જ સુંદર રીતે ગોઠવેલું હતું.