ભીતરમન - 58

  • 798
  • 1
  • 458

અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો. હું તેજો અને મુક્તાર હીચકા ઉપર ઝૂલતા થોડીવાર વાતો કરવા માટે એકાંત શોધી બેઠા હતા. માના દેહાંત સમયે અમે ત્રણેય મિત્રો ભેગા થયા હતા, એ પછી આજે અમારી ત્રિપુટી ભેગી થઈ હતી. મુક્તાર બોલ્યો," વિવેક તે ધંધામાં પીછે હટ કરી એ પછી મારું મન પણ ધંધામાંથી સાવ ઉતરી જ ગયું હતું. તારી સાથે રહીને જે ધંધો કરવાની મજા હતી એ મજા લુપ્ત થઈ ગઈ હતી. બેઇમાની ધંધામાં પણ તારા જેટલી ઈમાનદારી કોઈ દાખવી શકતો ન હતું. આથી તારી સાથે કામ કર્યા બાદ કોઈની સાથે કામ કરવાની પણ મજા ન જ