લવ યુ યાર - ભાગ 69

  • 1.3k
  • 2
  • 806

સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પડવા દઉં મમ્મી પપ્પાની અને સાસુ સસરાની પરમિશન લઈને આ નાનકડા લવને ડૉક્ટરી ચેકઅપ કરાવી જલ્દીથી મારા મીત પાસે પહોંચી જઈશ અને આ નિર્ણય સાથે તે પોતાના મમ્મી પપ્પા સાથે પોતાના ઘરે આવી...અને મીતે પણ લંડનભણી પોતાની ઉડાન ભરી લીધી....લંડનની ધરતી ઉપર પગ મૂકતાં વેંત જ મિતાંશને જાણે ત્યાંની સુહાની સવારની એક અદમ્ય ઠંડકનો અહેસાસ થયો અને એ માટીની સુગંધ જાણે કંઈક અલગ જ આવી રહી હતી તેમ તેણે અનુભવ્યું. તેણે એક ઉંડો શ્વાસ લીધો અને તેની નજર સમક્ષ તેના હાથમાં હાથ લઈને ચાલતી તેની હસતી ખેલતી સાંવરી આવી