નિતુ - પ્રકરણ 51

  • 930
  • 634

નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું થયું જ નથી એ રીતે વર્તી રહ્યા હતા. કામની સાથે તેઓની નજર વિદ્યાની દરેક હરકત પર ફરતી હતી. તે પોતાની કેબિનમાંથી સવારથી બહાર નહોતી નીકળી એ બંનેએ નોટિસ કર્યું.નવીનના આઈડિયાને લીલી ઝંડી આપી દેવામાં આવી હતી અને નિતુ તેના પર કામ કરી રહી હતી જેમાં નવીન તેને આસિસ્ટ કરતો હતો. વિદ્યા પર નજર રાખવાનાં ચક્કરમાં બહારથી આવતી વખતે અનુરાધા સાથે તેણે વાત કરી કે જેથી તે વિદ્યા કેબિનમાં શું કરી રહી છે તે જોઈ શકે. જોકે તે પોતાનું પર્સ ત્યાં ભૂલીને ડેસ્ક પર બેઠી હતી.કામ કરતાં કરતાં