ભારત, પાકિસ્તાન, અને ક્રિકેટ !

  • 332
  • 124

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ, તેપણ વર્લ્ડકપમાં, તેપણ સેમી ફાઈનલ માં કે જેમાં હાર એટલે શ્રેણીમાં થી બહાર, આટલી વાતોજ ભારત અને પાકિસ્તાનની  આમ જનતાની દેશ ભક્તિ જગાડવા માટે પુરતી છે. બંને દેશ ની પ્રજા માટે એક બીજાને  હરાવવું એટલે વર્લ્ડકપ જીત્યા જેટલો કે તેથી પણ વધુ આનંદ ને સંતોષ. ભારત -પાકિસ્તાન ની આમ જનતાથી લઇ ક્રિકેટ સમજનાર કે ખિલાડીઓ માટે  પણ બંને  દેશો ની મેચ વખતે લાગણીઓ અલગ રાખી ને રમવું મુશ્કેલ કે લગભગ અશક્ય  બની જાય છે, ને ભારત પાકિસ્તાન ની પ્રજાને  મિયાદાદ-મોરે, સોહિલ-પ્રસાદ, વીરુ-શોઈબ, ગંભીર-આફ્રીદી, વગેરે જેવા કલાસિક ને જીવનભરની  યાદો ના નજરાણા સમાન ટક્કર ના