સિંઘમ અગેન

  • 1k
  • 2
  • 390

સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી પર રજૂ ના થઇ હોત તો નિર્દેશક રોહિત શેટ્ટીની બોલતી બંધ થઈ ગઈ હોત. કેમકે ‘સિંઘમ અગેન’ માં પ્લસ કરતાં માઇનસ પોઈન્ટ વધુ હતા. દિવાળી પર ‘રામાયણ’ ની વાર્તાને સમાંતર ફિલ્મ બનાવવાનો વિચાર દિલચસ્પ હતો. એને રોહિતે નિભાવવાનો સારો પ્રયાસ કર્યો છે. પરંતુ હજુ વધુ મજબૂત ડ્રામા, દમદાર દ્રશ્યો અને સંવાદની જરૂર હતી. એક્શન સાથે ઇમોશનની કમી દેખાય છે. રોહિતે એમાં ભૂલો તો કરી પણ એ ભૂલોને વળી સાચી બતાવવાનો પ્રયાસ કર્યો છે. વધુ દર્શકોને આકર્ષવા જરૂર કરતાં વધુ સ્ટાર્સ લીધા છે એમને વાર્તામાં ગોઠવવા વધુ સમય લીધો છે. ફિલ્મમાં અર્જુનનું કરીનાના અપહરણનું દ્રશ્ય આવતું નથી ત્યાં સુધી કોઈ