જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં, બંને ક્લિનિકમાં આવતાની સાથે ખૂબ રડ્યા બંનેનું મન થોડું હળવું થયું પછી વાતની શરૂઆત કરી. વાત એમ હતી તાજેતરમાં આધ્યાએ એના પિતા ગુમાવ્યા હતા, આધ્યાની ઉંમર 9 વર્ષ. આ આખી ઘટનાને ઝીરવવી અને જીવનની ગાડી આગળ ધપાવવી આઘ્યા અને એના મમ્મી બંને માટે મુશ્કેલ હતી. સામાન્ય સંજોગોમાં સ્વજનના ગુમાવ્યા પછીના આ પાંચ તબ્બકાઓમાંથી આપણે પસાર થતાં હોઈએ છીએ.1. અસ્વીકાર (Denial) : પ્રિયજન કે સ્વજનને ગુમાવ્યાના સમાચાર સાંભળીને આઘાત ઝીરવાતો નથી, આખી વાત અને ઘટના પર અવિશ્વાસ થાય છે, ખાસ કરીને જ્યારે મૃત્યુના સમાચાર અણધાર્યા અને અચાનક આવ્યા હોય.2. ગુસ્સો/ક્રોધ