આશાબા

  • 950
  • 386

સુરજ આજે અસ્તાચળ પર હતો છતાં પણ કાઈક અલગજ રોશની ફેકી રહ્યો હતો. સોનેરી આકાશ પણ જાણે કોઈની રાહ જોઇને ઉભું હતું. આજની સાંજ પણ કાઈક જુદી જ વર્તાતી હતી આશાભવનમાં. રોજ તો આ સમયે આશાબા અનોખી સાથે બેસીને એને ભણાવવામાં મદદ કરતા. અનોખી આમ તો સાત વર્ષની છે અને એના હોમવર્કમાં આશાબાને એટલી ખબર ના પડતી છતાય પાસઠ વર્ષની ઉમરે પણ આશાબાને નવું નવું જાણવાનો શોખ રહેતો. સ્કુલનું પગથીયું પણ ના ચડેલા આશાબાના નસીબ સારા હતા કે એમને આરુષી જેવી વહુ મળી હતી. આરુષી એના ખાલી સમયમાં આશાબાને ભણાવતી, એમ કરતા કરતા આજે આશાબા મોટા મોટા વાક્યો વાંચી પણ