ચોરોનો ખજાનો - 69

  • 832
  • 462

                 Dead Island          આ તરફ એવું લાગી રહ્યું હતું જાણે આખા આઈલેન્ડની જમીન અને વૃક્ષોમાં જીવ આવી ગયો હતો. વૃક્ષો અને ઝાડી ઝાંખરામાં સળવળાટ સાથે જાણે આખો આઇલેન્ડ ધ્રુજી ઉઠ્યો. વગર પવને પણ વૃક્ષોમાં હલનચલન થવા લાગ્યું. જોરજોરથી આવતો અવાજ અને અમુક ન સમજાય એવા શબ્દો સંભળાવા લાગ્યા.         ડેનીનું ધ્યાન આ બધી બાબતો ઉપર તરત જ ખેંચાઈ આવ્યું. તે સમજી ગયો હતો કે તેઓ અત્યારે કઈ જગ્યાએ આવી ગયા હતા. આ આઈલેન્ડ અત્યારે તેમના માટે જીવલેણ નીવડી શકે એમ હતો એટલે તેઓએ બને એટલી જલ્દી અહીથી નીકળી જવું જોઈએ. તે ધીમેથી