સંઘર્ષ - પ્રકરણ 10

  • 618
  • 2
  • 260

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી.    સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય સંઘર્ષ   પ્રકરણ – ૧૦ ફત્તેસિહનો ગઢ   રાજકરણ અને ધૂળીચંદ આંખમાં સ્વતંત્રતાનું સપનું લઈને એમનાં સહુથી પહેલા ગંતવ્ય એવા ફત્તેસિંહનો ગઢ ગામ તરફ પોતપોતાના ઘોડા હંકારી ગયા.  ફત્તેસિંહનો ગઢ પલ્લડી કરતાં તો ક્યાંય નાનું ગામ. વસ્તી પણ પલ્લડી કરતા પાંચમાં ભાગની, પરંતુ ફત્તેસિંહનો ગઢ એના વીર પુરુષો માટે વધુ જાણીતો હતો. ગામમાં આમતો માંડ પાંચસો ઘર હતા પણ દરેક ઘરનો રાજના સૈન્યમાં એક પુત્ર