સિંદબાદની સાત સફરો - 8

  • 734
  • 2
  • 314

8.આજે  સહુ મિત્રોની થોડી આગતા સ્વાગતા બાદ તરત સિંદબાદે આખરી સફરની વાતશરૂ કરી દીધી.“હવે તો મારી પાસે સુંદર પરદેશી સ્ત્રી, બાળકો, મોટી હવેલી, જહાજી વેપારી તરીકે નામ - એ બધું જ હતું.  હવે મારે દરિયો ખેડવાની જરૂર નહોતી.એક દિવસ હું જમતો હતો ત્યાં બગદાદના  ખલીફા એટલે રાજા હારુન અલ રશીદનો એક માણસ બોલાવવા આવ્યો. જમીને તરત હું ખલીફા પાસે ગયો અને તેમને કુરનીશ બજાવી તેમનાં સિંહાસન નજીકની જમીન ચુમી કહ્યું કે તેઓ હુકમ ફરમાવે. બંદા ગમે તે હશે, એ બજાવશે.તેમણે કહ્યું કે મારે તેમનો વળતો સંદેશ અને ભેટ સોગાદો લઈ સિંહલ દ્વીપ જવાનું છે.મેં પહેલાં તો ના પાડી પણ તેઓ