તલાશ 3 - ભાગ 16

(14)
  • 1.2k
  • 1
  • 748

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.   "ગિરધારી આપણે હલ્દીઘાટી મ્યુઝિયમ જવાનું છે. સામે રેસ્ટોરાંમાં ચા નાસ્તો કરી લઈએ પછી આપણે નીકળીએ." જીતુભા ગિરધારીને કહી રહ્યો હતો.  "ઓકે બોસ, જેમ તમે કહો તેમ." ગિરધારીએ કહ્યું અને પછી થોડે દૂર દેખાતી એક નાની પણ સ્વચ્છ રેસ્ટોરાંની બહાર સુમો ઉભો રાખ્યો.  xxx  "માલ આવી ગયો છે? તે ચેક કર્યું પંડિત?" "હા ગુપ્તા બધું ચેક કરી લીધું છે. બધું બરાબર છે." "ઓકે. તો પછી આપણે નીકળીએ?" "મારે તારી સાથે વાત કરવી છે ગુપ્તા." "પંડિત, કુંભલગઢ પહોંચીને પછી બધા હોટેલ પર આરામ કરવા જાય ત્યારે વાત