એક દિવ્ય બાળક : દાનવીર કર્ણ

  • 616
  • 1
  • 218

નમસ્તે વ્હાલાં બાળકો. આજે આપણે એક બીજા દિવ્ય બાળકની વાત કરીશું કે જે બાળક ભગવાન સૂર્યની કૃપાથી મળેલ બાળક છે. બાળકનું નામ છે - કર્ણ. કર્ણ કે જે મહાભારતમાં રાધેય, દાસીપુત્ર, અંગરાજ વગેરે જેવા નામોથી ઓળખાયો છે તે, કુંતીની કુખે સૂર્ય દેવના અહ્વાનથી જન્મેલો યુધિષ્ઠિર કરતા મોટો ભાઈ હતો. કહેવાય છે કે તે કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો અને તે દાનેશ્વરી કર્ણ તરીકે પ્રખ્યાત છે. કર્ણના પાલક પિતા અધિરથ અને માતા રાધા હતાં. માતા રાધાના નામ પરથી કર્ણને રાધેય પણ કહેતા હતા. કર્ણનું બાળપણ ચંપામાં વીત્યું. મોટો થતાં અધિરથે તેને હસ્તિનાપુર મોકલ્યો. ત્યાં દ્રોણાચાર્ય પાસે શસ્ત્રાસ્ત્રવિદ્યામાં વિશારદ થયો. અર્જુન