ભીતરમન - 51

  • 932
  • 1
  • 489

હું સમયની સાથે ધીરે ધીરે મા વિનાનું જીવન જીવતો થઈ ગયો હતો! બાળકોની જવાબદારી મારા ઉપર પણ ઘણી ખરી આવી ગઈ હતી. તુલસીને ત્રણ મહિના સુધી ઘરનુ બધું જ કામ બંધાવી દીધું હતું. રસોઈ મોટા ફઈ રોકાયા હતા તો એ કરી આપતા હતા. ત્રણ મહિના બાદ અંદાજે એક વર્ષ સુધી તુલસીની માએ ખૂબ સાથ આપીને અમારો આ સમય સાચવી આપ્યો હતો.બાપુનાં મૃત્યુ થયા બાદ અમે ગામડાનું ઘર છોડ્યું હતું અને માના મૃત્યુ થયા બાદ જામનગર છોડી દીધું હતું. કારણ કે, માના દેહાંત બાદ જામનગર ગામથી જ મારું મન ઉઠી ગયું હતું! જામનગર છોડ્યા બાદ અમદાવાદના એક ખુબ સરસ એરિયામાં એક