તારી પીડાનો હું અનુભવી - ભાગ 19

  • 1k
  • 1
  • 470

વારંવાર પ્રિયંકા સાથે થતા આવા બનાવોથી હું વધારે ડિસ્ટર્બ રહેવા લાગ્યો. પણ કરવું શું? ના તો હું પ્રિયંકાને છોડી શક્યો, ના તો એની સાથે થતા કકળાટમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો કાઢી શક્યો. પ્રિયંકા પાછળ હું આટલો બધો પરવશ થઈ ગયો છું એ મને સમજાયું જ નહોતું.પ્રિયંકાએ કેટલાય દિવસો સુધી મારી સાથે સરખી રીતે વાત ન કરી. પણ એ વાત તો કરે છે ને, એ આશ્વાસન સાથે અમારો ચેટિંગનો સિલસિલો ચાલુ રહ્યો. બીજી બાજુ રિયા સાથે મારી વેવલેન્થ મેચ થવા લાગી હતી. પણ હું પ્રિયંકા સામે એનું નામ નહોતો લેતો. પ્રિયંકા સાથે વાતો કરીને મને જે ‘હાશ’ નહોતી થતી, એ રિયા