નારદ પુરાણ - ભાગ 49

  • 536
  • 166

સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચાલતો હોય તે બાજુનો ડાબો અથવા જમણો પગ પૃથ્વી ઉપર મૂકી આ પ્રમાણે પ્રાર્થના કરવી   समुद्रवसने देवि पर्वतस्तनमण्डले । विष्णुपत्नि नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्वमे ॥ ‘હે પૃથ્વી દેવી, સમુદ્ર તમારી મેખલા અને પર્વતો સ્તનમંડળ છે. હે વિષ્ણુપત્ની, તમને નમસ્કાર છે. મારા પગથી મેં તમને સ્પર્શ કર્યો તેથી મારો આ અપરાધ ક્ષમા કરો.’                 આ પ્રમાણે પૃથ્વીને ક્ષમા પ્રાર્થના કરીને વિધિપૂર્વક વિચરણ કરવું. ત્યારબાદ ગામથી નૈઋત્ય ખૂણામાં જઈને આ પ્રમાણે મંત્રનું ઉચ્ચારણ કરવું. गच्छन्तु ऋषयो देवा: पिशाचा ये च गुह्यका:। पितृभूतगणा: सर्वे करिष्ये मलमोचनम्।। ‘અહીંયા હે ઋષીઓ, દેવતાઓ, પિશાચો, ગુહ્યકો, પિતૃઓ તથા ભૂતગણો હોય તેઓ અહીંથી ચાલ્યા જાય; હું