નારદ પુરાણ - ભાગ 47

  • 512
  • 184

સનત્કુમાર બોલ્યા, “કુળની પરંપરાના ક્રમથી જે પ્રાપ્ત થયો હોય, નિત્ય મંત્રજાપના અનુષ્ઠાનમાં તત્પર હોય, ગુરુની આજ્ઞાનું પાલન કરવામાં અનુરક્ત હોય તથા અભિષેકયુક્ત; શાંત, કુલીન અને જિતેન્દ્રિય હોય, મંત્ર અને તંત્રના તાત્વિક અર્થનો જ્ઞાતા અને નિગ્રહ-અનુગ્રહમાં સમર્થ હોય, કોઈની પાસેથી કશીય વસ્તુની અપેક્ષા ન રાખતો હોય; મનનશીલ, ઇન્દ્રિયોને સંયમમાં રાખનારો, હિત વચન બોલનારો, વિદ્વાન, તત્ત્વ કાઢવામાં ચતુર ને વિનયી હોય, કોઈ પણ એક આશ્રમની મર્યાદામાં રહેર્લો, ધ્યાનપરાયણ, સંશયને દૂર કરનારો હોય તેને જ ‘આચાર્ય’ કહેવામાં આવ્યો છે.         શાંત, વિનયશીલ, શુદ્ધાત્મા, સર્વ શુભ લક્ષણોથી યુક્ત, શમ આદિ સાધનોથી સંપન્ન, શ્રદ્ધાવાન, ઠરેલ વિચાર અથવા સ્વસ્થ અંત:કરણવાળો, ખાનપાનમાં શારીરિક, શુદ્ધિથી યુક્ત, ધાર્મિક, શુદ્ધ