પ્રેમ થાય કે કરાય? ભાગ - 20

  • 1.2k
  • 808

પ્રેમડાબે હાથે પહેરેલી સ્માર્ટવોચમાં રહેલા ફીચર એકપછી એક માનવી ચકાસી રહી છે."વાઉ, શું ફીચર આપ્યા છે! મસ્ત છે." સ્માર્ટવોચનાં ફીચરનાં વખાણ કરી રહેલી માનવી ખુશ દેખાઈ રહી છે.પલંગ પર લાંબી થતાં જ તે ખુલ્લી આંખે સપના જોવા લાગે છે."હું તો કેવિનને પ્રેમ કરું છું જ,શું કેવિન પણ મને પ્રેમ કરે છે? અરે ગાંડી પ્રેમ કરે છે. ત્યારે તો તારા માટે આટલી મોંઘી ગિફ્ટ લાવ્યો." મનોમન બોલી રહેલી માનવી ઉભી થઈ અરીસા સામે જઈને ઉભી રહે છે. માનવી રૂપ પર તેની મમ્મી પર ગઈ હતી. એ જ અણિયારી આંખો, ધનુશ આકારનાં મુલાયમ ગુલાબી હોઠ, નમણું નાક અને છાતી પર ઉપસી રહેલા