પ્રેમ થાય કે કરાય? ભાગ - 19

  • 1.1k
  • 728

નિરાશગરમીથી રેબઝેબ થઈ ગયેલી માનવી ઘરમાં આવી ચહેરા પર બાંધેલો દુપટ્ટો છોડીને સોફા પર બેસી એક ઉંડો શ્વાસ લે છે. છત પર લટકી રહેલા પંખાની ઘીમી ઝડપ જોઈને તે સહેજ હાથ લાંબો કરીને રેગ્યુલટર દ્વારા પંખાની ઝડપ વધારે છે. નીતાબેન સાંજનાં માટે રસોઈની તૈયારીમાં લાગેલા છે. માનવીની નજર સોફાની બાજુમાં ખૂણા પર મુકેલા ટેબલ પર જાય છે. તે રેડ પેપરથી પેક બોક્સ જોઈને ઉભી થઇ તે હાથમાં લે છે. તેનાં પર પોતાનું નામ વાંચી તેનાં ચહેરા પર આનંદ ખેંચાઈ આવે છે."આના પર તો મારું નામ છે. મારાં માટે કોણ લાવ્યું હશે?" તે બોક્સ હાથમાં લઈને રસોડામાં દોડી જાય છે."મમ્મી આ