પ્રેમ થાય કે કરાય? ભાગ - 18

  • 958
  • 710

પસ્તાવોકેવિન સાથે ડાઇનિંગ ટેબલ પર બનેલી ઘટના નીતાબેનને વિચારવા મજબુર કરી રહી છે. કેવિન તો જમીને ઓફિસ જવાનું હોવાથી જતો રહે છે. નીતાબેનને અંદરથી ખબર નહિ કોઈ વાતનો પસ્તાવો થઈ રહ્યો છે. તે રસોડાની સાફસફાઈ અધૂરી મૂકીને દોડીને બાથરૂમમાં જઈને દરવાજો બંધ કરી દે છે."શું મને કેવિન સાથે પ્રેમ થઈ ગયો છે? ના ના. એ તો મારાં માનવીનાં ઉંમરનો છે. એની સાથે પ્રેમ કેમ થાય? તો પછી એ જયારે જયારે તારી આસપાસ હાજર હોય છે. ત્યારે તારી અંદર એની માટે લાગણીઓનાં વંટોળ કેમ ચડે છે. તેની વાતો તને આ દુનિયામાં પોતાનું કોઈક હોવાનો અહેસાસ કરવાતું હોય તેવું કેમ લાગે છે?