પરિવર્તન કેવિનની વાત આમ તો સાચી હતી. એક તો જિંદગી મળી છે. તો શું તેમાં પણ બળી બળીને જીવવાનું? શું બધો ત્યાગ, સમર્પણ, બલિદાન ફક્ત સ્ત્રીઓને જ આપવાના? લગ્ન બાદ શું પોતાના શોખ કે સપનાઓને સ્ત્રીઓએ ભૂલી જવાનાં? એક તો જિંદગીમાં કેટલું જીવવવાના એની આપણને ખબર નથી. તેમાં વળી પારકા લોકોએ બનાવેલા બંધનમાં જિંદગી જીવવાની? આ તો વળી કેવી જિંદગી.રાત્રે ઘરનું બધું કામ પતાવી પોતાના રૂમમાં રહેલું કબાટ કે જેમાં મારાં શોખ અને સપનાઓની દુનિયા વસેલી છે. તે કબાટનાં દરવાજા ખુલ્લા મૂકી તેમાં રહેલી પોતાની મનગમતી બાંધણી કે જે પહેરવાનો મને બહુ શોખ. હું વારે તહેવારે તે બાંધણી જ