પ્રેમ થાય કે કરાય? ભાગ - 14

  • 1.5k
  • 1k

સ્પર્શ " ત્યાં શું જોવે છે? " કાચનાં કબાટમાં સર્ટિફિકેટને જોઈ રહેલા કેવિનને જોઈને નીતાબેન પૂછે છે."આ સર્ટિફિકેટ તમારા છે?"" હા મારા જ છે.""એટલે તમે ફક્ત રસોઈનાં રાણી નહિ પણ કવિતાનાં કારીગર પણ છો એમને?" કેવિનને નીતાબેનની હોબી વિશે જાણવામાં રસ જાગી રહ્યો છે."કારીગર તો નહિ પણ એક જમાનામા લખવાનો શોખ હતો." નીતાબેન હળવેકથી બોલે છે."શોખ હતો એટલે? આ સર્ટિફિકેટમાં તો થોડા દિવસ પહેલાની તારીખ છે.""તમારી નજરે તારીખને પણ ના છોડી. વાહ..." નીતાબેન હસવા લાગે છે. કેવિન પણ હસી જાય છે."આતો થોડા દિવસ પહેલા અચાનક જ એમાં ભાગ લેવાઈ ગયો અને નસીબ કે મારી કવિતા તે સ્પર્ધા જીતી પણ ગઈ." નીતાબેનનાં