પ્રેમ સમાધિ - પ્રકરણ-125

(11)
  • 1.4k
  • 2
  • 978

પ્રેમ સમાધિ પ્રકરણ-125 વિજયનાં દમણ સ્થિત બંગલે આજે રૂંડો અવસર આવ્યો એનો બંગલો આસોપાલવ આંબાનાં પાનનાં તોરણો.. ગુલાબ-હજારીગલ બધાની સેરો હારથી શોભાયમાન હતો. વહેલી સવારથી વિજયનો આખો સ્ટાફ રાજુ-ભાઉ, તથા અન્ય સેવકો બધાં સુશોભિત કરી રહેલાં બધાં આજે આનંદમાં હતાં ઘણાં સમયે શુભ અવસર હતો કોઇ સારાં કામની ઉજવણી હતી. ભાઉએ વિજયને કહ્યું "મેં ગીરજાશંકર શાસ્ત્રીને કહી દીધુ છે હમણાં સવારે 9.00 વાગ્યાનું મૂહુર્ત કીધુ છે હું એમને આપણી કારમાં લઇ આવું છું માણસો સાફસફાઇ ત્થા સુશોભન કરી રહ્યાં છે. સીક્યુરીટીને એકદમ એલર્ટ કરી છે બધુજ વ્યવસ્થિત ગોઠવાઇ ગયું છે દિનેશ મહારાજને રસોઇ થાળ અંગે કહી દીધું છે બધાંજ ખૂબ ઉત્સાહમાં છે." વિજયે