પ્રેમ સમાધિ - પ્રકરણ-121

(16)
  • 1.4k
  • 1
  • 954

પ્રેમસમાધિ પ્રકરણ-121 વિજયનાં ઘરમાં ખુશહાલીનું વાતાવરણ હતું.. વિજયે શંકરનાથને ન્હાવા-ફ્રેશ થવાની બધી વ્યવસ્થા કરી આપી સેવકો હાજર હતાં સાથમાં કલરવ પણ હતો. આજે કલરવ અને કાવ્યા બંન્ને ખૂબ ખુશ હતાં.. વિજય પણ બાથ લઇ ફ્રેશ થઇને આવ્યો એણે કહ્યું “આપણે બધાં સાથેજ બેસીએ મારાં રૂમમાં. મારી બાલ્કનીમાં ડીનર લઇશું અહીં નીચેથી બધો બંગલો બંધ કરી ઉપરજ જઇએ કોઇપણ જાતનાં ડીર્સ્ટબન્સ વિનાં આનંદથી વાતો કરીએ જ્યારે સૂવું હશે તો બાજુમાં કલરવનાં રૂમમાં કલરવ તથા ભૂદેવ માટે બધી વ્યવસ્થા કરવા કહી દીધી છે”.  કાવ્યા અને કલરવે વાત વધાવી લીધી... બધાં પરવારી વિજયનાં વિશાળ બેડરૂમમાં આવ્યાં.. દિનેશ મહારાજ અને સેવકોને બાલ્કનીમાં ડીનરની વ્યવસ્થા કરવા કહ્યું બંગલો