નારદ પુરાણ - ભાગ 46

  • 426
  • 142

સનત્કુમાર બોલ્યા, “હવે હું જીવોના પાશસમુદાયનો ઉચ્છેદ કરવા માટે અભીષ્ટ સિદ્ધિપ્રદાન કરનારી દીક્ષાવિધિનું વર્ણન કરીશ કે જે મંત્રોને શક્તિ પ્રદાન કરનારી છે. દીક્ષા દિવ્યત્વ આપે છે અને પાપોનો ક્ષય કરે છે, એટલા માટે જ સર્વ આગમોના વિદ્વાનોએ તેને દીક્ષા કહેલ છે. મનન એટલે સર્વજ્ઞતા અને ત્રાણ એટલે સંસારી જીવ ઉપર અનુગ્રહ કરવો. આ મનન અને ત્રાણ ધર્મથી યુક્ત હોવાને લીધે મંત્રનું ‘મંત્ર’ નામ સાર્થક થાય છે.         મંત્ર ત્રણ પ્રકારના હોય છે-સ્ત્રી, પુરુષ અને નપુંસક. જેના અંતમાં બે ‘ઠ’ અર્થાત ‘સ્વાહા’ લાગેલ હોય તે સ્ત્રીમંત્રો છે. જેના અંતમાં ‘હુમ્’ અને ‘ફટ્’ હોય છે તેને પુરુષ મંત્ર કહે છે. જેના અંતમાં