તલાશ 3 - ભાગ 15

(19)
  • 2k
  • 1.1k

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. પોલીસ સુપ્રિટેન્ડન્ટ ઈમ્તિયાઝ ખાન, પોતાની ઓફિસમાં વ્યગ્ર ચહેરે આંટાં મારી રહ્યો હતો. ડર અને ચિંતા એના મનમાં ધબકી રહ્યાં હતા. પ્રમાણમાં ગરીબ પણ, નખશિખ ઈમાનદાર એવા ઈમ્તિયાઝ ખાને આજ દિવસ સુધી કદી કોઈ ગેરકાનૂની કામ કર્યું ન હતું. પણ આજની વાત અલગ હતી. લગભગ 1 કલાક પહેલા એને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. અને એ ફોન કરનારે એક એવી ઓળખાણ વાપરી હતી કે ઇમ્તિયાઝ ખાન એની તરફેણમાં ગેરકાનૂની કામ કરવા તૈયાર થયો હતો. આમ તો એ એક નાનકડી ફેવર જ હતી. પણ છતાં. જે