દેખાવની ‘ખામીઓ’ને ‘વિશિષ્ટતા’માં ફેરવી નાંખો

  • 688
  • 234

મધુબાલા, મીના કુમારી, વહીદા રહેમાન, વૈજયતિમાલા,શ્રીદેવી, માધુરી દીક્ષિત, પ્રિયંકા ચોપરા, બિપાશા બસુનું નામ સાંભળીએ એટલે આપણી નજર સમક્ષ સૌંદર્યનો જાણે કે દરિયો લહેરાતો હોય તેવું લાગે. પણ આ જગતમાં કોઇ વસ્તુ પરફેક્ટ નથી દરેકમાં કોઇને કોઇ ખામી રહેલી જ હોય છે પણ આ મહિલાઓ શો બિઝનેશમાં હોવાને કારણે તેમણે પોતાની એ ખામીઓને ખુબીઓમાં પલટી નાંખી હતી અને જે ખામી હતી તે જ તેમનાં દેખાવની વિશિષ્ટતા બની રહી હતી.મીના કુમારીની ફિલ્મોને ધ્યાનથી જોઇએ તો જણાય છે કે તેણે ક્યારેય પોતાનો એક હાથ પુરેપુરો પરદા પર દર્શાવ્યો નથી કારણકે તેનાં હાથમાં એક આંગળી ઓછી હતી પણ તેણે એ હાથને એટલી સફાઇ થી