ખજાનો - 87

  • 800
  • 1
  • 518

સૌ કિનારા પાસે ઉભેલી બોટ તરફ ચાલવા લાગ્યા. કાચ જેવું સ્વચ્છ પાણી થોડી થોડી વારે જાણે સૌના ચરણ સ્પર્શ કરી જતું હતું. આહલાદક વાતાવરણમાં અનંત સમુદ્ર સામે જોઈ રહેલી ને વિચારોમાં ડૂબેલી લિઝા તરફથી હર્ષિતની નજર હટતી નહોતી. જ્યારે સુશ્રુત લિઝાને જોઈ મનમાં એમ વિચારી રહ્યો હતો કે એવું તો શું કરું કે," લિઝાની બધી તકલીફો..દુઃખ..દર્દ..બધું દૂર થઈ જાય..!" જ્યારે ઈબતિહાજ અને જૉની કંઈક જુદા જ વિચારોમાં ખોવાયેલા હતાં."ચાલો.. ચાલો..! બોટમાં બેસી જાઓ. એ તમને સાંજ સુધીમાં જ દર-એ-સાલમ પહોંચાડી દેશે." ડ્રાઇવરે બધાં જ યુવાનોને સંબોધીને કહ્યું."મિત્ર.! ત્યાંથી અમને માડાગાસ્કર સુધી પહોંચવાના જહાજ મળી તો રહેશે ને ?" અબ્દુલ્લાહીજીએ થોડી