સિંદબાદની સાત સફરો - 4

  • 754
  • 416

4.“થોડો વખત, આશરે એકાદ વર્ષ બેઠા રહ્યા પછી  ફરથી મને દરિયાઈ વેપાર માટે સાહસ ખેડવાની ઈચ્છા થઈ. હવે સારો એવો જોખમો સામે લડી લેવાનો અનુભવ પણ હતો.”સિંદબાદે  ત્રીજે દિવસે પોતાની વાત શરૂ કરી. હિંદબાદ અને સિંદબાદના મિત્રો તેને સાંભળી રહ્યા.“એક અનુકૂળ દિવસે ‘અલ્લા બેલી’ કહેતાં  અમે જહાજનું લંગર ખોલ્યું અને વહેતા થયા સમુદ્રમાં. અમે અનેક બંદરો પર જઈ વેપાર કર્યો. આખરે એક દિવસે ઓચિંતું દરિયામાં તોફાન થયું. જોરદાર પવન, વીજળીના આભ આંજી નાખતા ચમકારો અને નજર પહોંચે ત્યાં સુધી ઊંચાં મોજાંઓ વચ્ચે ફસાઈને રસ્તેથી ભટકી તણાતું તણાતું અમારું જહાજ એક અજાણ્યા દ્વીપ તરફ પહોંચી ગયું. અમે સિંહલ દ્વીપ એટલે શ્રીલંકા