ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 15શિર્ષક:- તાંત્રિકોની વચ્ચેલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…15 "તાંત્રિકોની વચ્ચે"જવાબદાર વ્યક્તિ નિશ્ચિત ન રહી શકે. ઉચિત ચિંતા તથા કાંઈક મૂંઝવતા પ્રશ્નોનો ભાર વ્યક્તિને સ્વચ્છંદી થતાં રોકે છે. કશી જ ચિંતા ન હોય અને કાંઈ જ ભાર પણ ન હોય, જવાબદારીશૂન્ય જીવન હોય તો તેવું જીવન વરદાન નહિ, અભિશાપ જ સમજવું. ભારતમાં જે પ્રકારની ફિલસૂફી વિકસાવાઈ છે તેમાં જવાબદારીથી છટકીને, માત્ર ઉદરભરી જીવન જીવવાને જીવનમુક્તિ ગણાવી છે. આવા માણસો પૂજ્ય – અતિપૂજ્ય થઈ જાય છે. આવી અકર્મણ્ય અને જવાબદારીહીન વ્યક્તિ કરતાં, સમાજનાં સુખસગવડો તથા વિકાસનાં કાર્યો માટે ઝઝૂમનાર કાર્યકર્તા ઘણો ઉત્તમ