સિંદબાદની સાત સફરો - 3

  • 1.5k
  • 2
  • 944

3.બીજે દિવસે સાંજ પડતાં મિત્રો અને હિંદબાદ સિંદબાદની હવેલીએ આવી પહોંચ્યા. સહુને આવકાર આપી સિંદબાદે પોતાની કથની શરૂ કરી.“એક સવા વર્ષ હું બેઠો રહ્યો. એટલે કે સ્થાનિક વેપાર કરતો રહ્યો. પણ થોડો વખત થયો ને જેને કહે છે કે બેઠાં બેઠાં પગે કીડી ચડી. મને ફરીથી દૂર દેશોમાં વ્યાપાર કરવાની ઈચ્છા થઈ. બીજા સારા વેપારીઓ સાથે હું એક અનુકૂળ દિવસે મારો માલ એક વહાણમાં  ભરીને નીકળી પડ્યો. આ વખતે અમે ઈરાકથી ઈરાન પાસેથી પસાર થઈ અફઘાનિસ્તાન અને પશ્ચિમના દેશો તરફ જવા માર્ગ પસંદ કર્યો. અમે ઘણી મંઝિલ કાપી. કેટલાંય બંદરો પર વેપાર કર્યો. આખરે એક સમય એવો આવ્યો જ્યારે ખૂબ લાંબા