પ્રોમિસ

મેઘાએ નોટીસ કર્યું કે આરુષીનો ચહેરો આજે રોજની જેમ ખીલાયેલો નથી. બંને એકજ ડીપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી ઓછા સમયગાળામાં બંને એકબીજાની ખાસ સહેલીઓ બની ગયા હતા. આમતો મેઘા ઉમરમાં આરુષી કરતા ૮ વર્ષ મોટી હતી છતાં બંને પાકી સહેલીઓ હતી. મેઘા સ્વભાવે શાંત જયારે આરુષી એકદમ વાતોડી પણ જયારે કોઈ આસપાસના હોઈ તો આરુષી ફક્ત શ્રોતાજ રહેતી. ક્યારેક એવું બનતું કે મેઘા ગુસ્સામાં હોઈ ઘરના લોકોથી અને બધો ગુસ્સો એ આરુષી પર ઠાલવતી અને આરુષી શાંત ચિતે મેઘાને સંભાળતી. એવું નહોતુ કે આરુષીના જીવનમાં કોઈ પ્રોબ્લેમ્સ જ નહોતા કે એ મેઘા સાથે શેર કરવા નહોતી માગતી પણ એને એવું થતું