વિશ્વનાં વણઉકલ્યા ગુનાઓ અને ગુમ થવાની રહસ્યમય ઘટનાઓ

  • 954
  • 362

વિશ્વનાં દરેક ખુણામાં દર સમયે ગુનાખોરીનું આચરણ થતું જ રહે છે.પણ કેટલાક ગુનાઓ અને માનવી તેમજ પ્રાણીઓ પરનાં હુમલાઓની ઘટનાઓ એવી બનવા પામી છે જેના અત્યાર સુધી કોઇ યોગ્ય કારણ પ્રાપ્ત થયા નથી. ૧૯૭૫માં ટેક્સાસનાં વ્હાઇટ ફેસ વિસ્તારમાં લાંબા સમય સુધી યુએફઓ જોવા મળ્યા હોવાનાં અહેવાલો પ્રાપ્ત થયા હતા.ત્યાં દસમી માર્ચે પોલીસને એક વાછરડો તેનાં વાડામાં મૃત હાલતમાં મળ્યો હતો અને પોલીસને ઘણી બાબતોએ મુંઝવણમાં નાંખી દીધી હતી.તે જ્યાં મળી આવ્યો હતો તેની આસપાસ ત્રીસ ફુટનું એક વર્તુળ મળી આવ્યું હતું જેમાંનો પાક દબાઇ જવા પામ્યો હતો.તેની ગરદન મરોડાઇ ગયેલી હતી અને આકાશ તરફ તકાયેલી હતી તેની જીભને ક્રુરતાપુર્વક ખેચી