નિતુ - પ્રકરણ 41

  • 1k
  • 706

નિતુ : ૪૧ (ભાવ) નિતુ આગાસીમાં આવી હિંચકા પર બેઠક જમાવીને એકાંતમાં વિચાર મગ્ન બની બેઠેલી. અનંત ત્યાં આવ્યો અને હિંચકાના પાતળા સ્તંભે પોતાનો ખભો ટેકવી તેની સામે જોવા લાગ્યો. તેના તરફ તેનું ધ્યાન જ નહોતું.અનંતે એક હાથની મુઠ્ઠી વાળી અને મોં પાસે રાખતા ખોંખારો ખાધો. તે સભાન થઈ અને જોયું તો અનંત ઉભેલો."અનંત?""તું એવા તે કેવા વિચારમાં પડી ગઈ કે આજુ બાજુનું કશું ધ્યાન જ ના રહ્યું?""તું ક્યારે આવ્યો?""મારું છોડ નિતુ... હું તો આવતો જતો રહીશ. પણ સવારથી હું જે જોઈ રહ્યો છું, એ પહેલીવાર છે.""શેની વાત કરે છે અનંત?""ખબર નહિ પણ કેમ મને એવું લાગે છે કે મારી આ