પુસ્તક: ઍટિટ્યૂડ is EVERYTHING - લેખક જેફ કેલરપરિચય: રાકેશ ઠક્કર કોઈએ કહ્યું છે કે હકારાત્મક વલણ વધુ સારી આવતીકાલ માટેનો પાસપોર્ટ છે. ઍટિટ્યૂડનો ગુજરાતી અર્થ જોઈએ તો વલણ, વર્તન અને દ્રષ્ટિકોણ છે. કહે છે ને કે નજર નજરમાં ફેર હોય છે. દ્રષ્ટિ બદલાય તો સૃષ્ટિ બદલાય. એટલે વલણ બદલવાથી જીવન બદલી શકે છે. જીવનમાં દ્રષ્ટિકોણ જ બધું છે. આવો વિશ્વાસ ‘ઍટિટ્યૂડ ઇઝ ઍવરીથિંગ’ પુસ્તકના લેખક જેફ કેલર આપે છે. તમને આ પુસ્તકથી શો લાભ થશે? ‘ઍટિટ્યૂડ ઇઝ ઍવરીથિંગ’ ના લેખક એનો જવાબ આપતાં કહે છે કે,‘પુસ્તક વાંચવાનું તમે શરૂ કરો એ પહેલાં કેટલાક અંતિમ વિચારોઃ તમે અત્યારે ગમે તેટલા પૉઝિટિવ કે નૅગેટિવ હશો તો પણ આ પુસ્તક તમને મદદ કરશે. તમે નૅગેટિવ