ફરે તે ફરફરે - 35

  • 544
  • 210

  સાહિત્ય સરિતામા અંહીના ધુરંધર લેખકો  કવિઓ  ધીરે ધીરે ચાલતા ડગુમગુ ચાલે એક પછી એક આવી રહ્યા હતા.. જાણીતા કવિ વિશ્વદિપ  અને વિજય  શાહજી  આવી શક્યા નહી. નવિનભાઇ બેંકર એટલે બહુમુખી પ્રતિભાના માલિકની અંગત જીવન કથા કોઇ નોવેલથી ઓછી રસીક અને રોમાંચક નથી એ મારી રાહ જોતા હતા .બીજા મિત્ર મનસુખભાઇ વાઘેલા જેની જીવન કહાની પણ રુવાડા ઉભા કરી દે તેવી છે  તેઓ ખજાંનચી છે તેમણે જ મને રજુ કરવાનુ બીડુ ઝડપેલુ .. પ્રમુખ સતિશભાઇની  જેઓ નાસામાં કે ડીઝની વલ્ડમાં બહુ સીનીયર પોસ્ટ ઉપર હતા જે હવે રીટાયર થઇ મૌજે દરીયામાં હિલ્લોળા લેતા હતા. તેમની બહુમુખી પ્રતિભાની આછી ઝલક મળી